બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો, ધૂળની ડમરીઓ ઉડી:આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને તાપમાન બાદ મોડી સાંજે આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ બદલાયેલા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જિલ્લાના પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ, એટલે કે 30 મે, 31 મે અને 1 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
Read Original Article →