કંસારી ટોલ નાકે પ્રોફેસર સહિત 2 MD ડ્રગ્સ સાથે ઝડપાયા:LLB, MPhilનો ગોલ્ડ મેડાલિસ્ટ, હાલ PhDના છેલ્લા સેમેસ્ટરમાં, ₹5.78 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPSનો ગુનો નોંધાયો

Gujarat6/6/2026, 3:22:01 PM
કંસારી ટોલ નાકે પ્રોફેસર સહિત 2 MD ડ્રગ્સ સાથે ઝડપાયા:LLB, MPhilનો ગોલ્ડ મેડાલિસ્ટ, હાલ PhDના છેલ્લા સેમેસ્ટરમાં, ₹5.78 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPSનો ગુનો નોંધાયો
બનાસકાંઠા SOGએ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) કંસારી ટોલ નાકા નજીકથી 5.78 લાખના મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી ઉચ્ચ શિક્ષિત છે, જે LLB અને MPhilની ડિગ્રી ધરાવે છે. તેમજ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યો છે. પોલીસે આરોપી જોગેશકુમાર મહેશકુમાર ઠાકોર અને સાહિલ પ્રવીણ પ્રવીણભાઈ વાઘેલા (પરમાર) પાસેથી 16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. ₹48,000), રોકડ રકમ તેમજ કાર સહિત કુલ₹5,78,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોલેજમાં પ્રોફેસર તરીકે આપી ચૂક્યો છે સેવા પકડાયેલો મુખ્ય આરોપી જોગેશકુમાર ઠાકોર ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તે MPhilમાં યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ડીસા તેમજ પાંથાવાડાની વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે. હાલમાં તે PhDના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ શિક્ષિત યુવક ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કમાં કેવી રીતે જોડાયો તે દિશામાં SOGએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ડ્રગ્સની હેરાફેરી રોકવા "નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા" બનાસકાંઠા રેન્જ (પાલનપુર)ના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા સરહદી વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે "નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત રાજસ્થાન સરહદેથી થતી માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે પાલનપુર SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જે. સરવૈયાની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુકેશ કાશીરામને મળેલી ચોક્કસ બાતમીના આધારે કંસારી ટોલ નાકા પાસે નાકાબંધી કરીને GJ-08-CS-1327 નંબરની હ્યુન્ડાઈ કારને રોકી તલાશી લેતા ડ્રગ્સનો આ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓના નામ
Read Original Article →