નેનાવા ચેકપોસ્ટ પરથી 59 લાખના પોષ ડોડા ઝડપાયા:પીકઅપ ડાલામાંથી 393 કિલો જથ્થા સાથે એકની અટકાયત
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે મોટા પ્રમાણમાં પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન એક પીકઅપ ડાલામાંથી આશરે 59 લાખ રૂપિયાની કિંમતના 393 કિલોગ્રામ પોષ ડોડા મળી આવ્યા હતા. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગુજરાત તરફથી આવી રહેલા એક પીકઅપ ડાલાને રોકવામાં આવ્યું હતું. વાહનની સઘન તપાસ કરતાં, ડાલાના પાછળના ભાગે ખાખી કવરમાં ભરેલા પોષ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા માદક પદાર્થનું કુલ વજન 393.700 કિલોગ્રામ નોંધાયું છે, જેની બજાર કિંમત આશરે 59 લાખ 5 હજાર રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે પોષ ડોડા અને વાહન સહિત કુલ 67 લાખ 15 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં ધાનેરા પોલીસે પીકઅપ ડાલાના ચાલક સહિત કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ જથ્થો રાજસ્થાન પાર્સિંગના વાહનમાં લઈ જવામાં આવી રહ્યો હતો.
Read Original Article →