બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:આજે ઉમેદવારો ફોર્મ ભરશે, આવતીકાલે થશે જાહેરાત

Gujarat5/22/2026, 5:20:13 AM
બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:આજે ઉમેદવારો ફોર્મ ભરશે, આવતીકાલે થશે જાહેરાત
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી 23 મે, 2026ના રોજ યોજાશે. આ માટે આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. જિલ્લાના રાજકારણમાં આ ચૂંટણીને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. એપ્રિલ 2026માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) એ 32 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 16 બેઠકો કબજે કરી હતી. સ્પષ્ટ બહુમતીના આધારે, આગામી અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતની સત્તા ભાજપ પાસે રહેશે. જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી હોવાથી પ્રમુખ પદ માટે અનેક દાવેદારોના નામ ચર્ચામાં છે. જોકે, પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યું નથી. આવતીકાલે યોજાનારી બેઠકમાં ભાજપ કોને મેન્ડેટ આપે છે અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની કમાન કોના હાથમાં સોંપે છે તેના પર સૌની નજર રહેશે.
Read Original Article →