બનાસકાંઠામાં ચૂંટણી 2026 માટે કંટ્રોલ રૂમ શરૂ:જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે હેલ્પલાઇન જાહેર

Gujarat4/8/2026, 10:26:37 AM
બનાસકાંઠામાં ચૂંટણી 2026 માટે કંટ્રોલ રૂમ શરૂ:જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે હેલ્પલાઇન જાહેર
બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026ના સુચારુ સંચાલન અને ચૂંટણીલક્ષી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આ કંટ્રોલ રૂમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર (ગ્રામ્ય)ના મામલતદારની કચેરી, જોરાવર પેલેસ ખાતે કાર્યરત છે. તેનો ટેલિફોન નંબર 02742-257261 છે. જાહેર જનતા આ નંબર પર સંપર્ક કરીને ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ કે વિગતો જણાવી શકશે. આ કંટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક ફરજ બજાવવામાં આવશે. મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર (ગ્રામ્ય)ના મામલતદાર દ્વારા તમામ જનતાને આ સેવાનો લાભ લેવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →