બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ:અમીરગઢ, ડીસા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતો ચિંતિત
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમીરગઢ, ઈકબાલગઢ, ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ખેતરોમાં બાજરી અને મગફળી સહિતના પાક તૈયાર હાલતમાં છે. વરસાદની આશંકાએ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જો વરસાદ વરસે તો તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.
Read Original Article →