બનાસ સિવિલમાં ત્રણ બાળકોને નવજીવન મળ્યું:ન્યુમોનિયા અને વાયરલ માયોકાર્ડાઇટિસ સામે 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમજીવી પરિવારના ત્રણ બાળકોને ગંભીર હાલતમાં બનાસ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા દસ દિવસથી તેમને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી. ત્રણે બાળકોની સ્થિતિ અત્યંત નાજુક હતી
ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી બાળકોમાં વધુ ઇન્ફેક્શન જોવા મળતા તેમને PICU (બાળ સઘન સારવાર વિભાગ)માં દાખલ કર્યા હતા. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે ત્રણે બાળકોની સ્થિતિ અત્યંત નાજુક હતી. તબીબો દ્વારા લોહીના રિપોર્ટ અને એક્સ-રે કરવામાં આવતા તેઓ લાંબા સમયથી ન્યુમોનિયાના ચેપથી પીડાઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. એક બાળકના ધબકારા અચાનક ઓછા થયા
સારવાર દરમિયાન બે બાળકોને શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા તેમને સતત સાત દિવસ સુધી એન.આર.બી.એમ ઓક્સિજન માસ્ક દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક બાળકના ધબકારા અચાનક ઓછા થતા તાત્કાલિક ઈસીજી, CK-MB અને 2D ઈકો સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા. તપાસમાં વાયરસના કારણે હૃદયના સ્નાયુઓમાં સોજો આવતો "વાયરલ માયોકાર્ડાઇટિસ" નામનો ગંભીર ચેપ હોવાનું નિદાન થયું હતું. ડોકટરો દ્વારા અદ્યતન સારવાર અને સતત મોનટરીંગ
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ ડો.આશા પટેલ, ડો.સચિન પટેલ, ડો.હર્ષિદા પટેલ, ડો.વિક્રમ ચૌધરી, ડો.મિતુલ ચૌધરી અને ડો.વરુણ માળી સહિતની નિષ્ણાંત ટીમ દ્વારા તાત્કાલિક સ્ટેરોઇડ અને IVIG જેવી અદ્યતન સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી સતત મોનીટરીંગ સાથે જરૂરી દવાઓ અને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો. સારવારથી બાળકોની તબિયતમાં નોંધપાત્ર સુધારો
તબીબોની સઘન સારવાર અને સતત દેખરેખના પરિણામે બાળકોની તબિયતમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દસ દિવસની લાંબી સારવાર બાદ ત્રણે બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી.
Read Original Article →