છારા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે ઝડપાયા:કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ પર 27 ગુના દાખલ
બનાસકાંઠા LCB અને અમદાવાદ LCB દ્વારા સંયુક્ત ઓપરેશનમાં છારા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ કારના કાચ તોડી ચોરી કરતી હતી અને ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ, દાહોદ સહિત અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના આચર્યા હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓમાં સતીષ લાલિયાનો સમાવેશ થાય છે, જેના પર અત્યાર સુધીમાં 27 જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. જ્યારે બીજા આરોપી નકુલ રાજુભાઈ પર 16 જેટલા ચોરીના ગુના દાખલ છે. પોલીસે તેમની પાસેથી 1.5 લાખ રોકડા અને 17,000 રૂપિયાની કિંમતનું મોટરસાયકલ જપ્ત કર્યું છે. આ ગેંગની ચોરી કરવાની એક અનોખી પદ્ધતિ હતી. તેઓ કારના કાચ તોડીને ચોરી કરતા હતા. આ ઉપરાંત, તેઓ ફ્લાઇટ દ્વારા દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને પણ ચોરીઓને અંજામ આપતા હતા. ખાસ કરીને, કોલકાતા જઈને હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરીઓ કરી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા LCB કોલકાતા પોલીસના સંપર્કમાં પણ છે. બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બે ગાડીના કાચ તોડી ચોરીના બનાવો બન્યા હતા. આ ગુનાઓના ડિટેક્શન માટે LCB ની ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે 500 થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા અને નેત્રમ તથા ત્રિનેત્ર કેમેરાની મદદથી આરોપીઓ અને તેમના વાહનોની ઓળખ કરી હતી. આ ગેંગના અન્ય બે આરોપીઓ પારસ અને જયંતિ હજુ ફરાર છે. પારસ પર 22 અને જયંતિ પર 8 જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસ આ બંનેને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસને આશા છે કે આ ગેંગના પકડવાથી કારના કાચ તોડીને થતી ચોરીઓ પર અંકુશ આવશે. આ અંગે પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં બે ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા. આ બનાવ અનુસંધાને એલસીબીની જુદી-જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધી ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી. આ ડિટેક્શન દરમ્યાન, તે દિવસે અને તેનાથી એક-બે દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ ચેક કરીને, લગભગ 500 થી વધુ કેમેરા સીસીટીવી કેમેરા ચેક કરીને, આરોપીની અને તેના વ્હીકલની ઓળખાન કરવામાં આવેલ. આ ઓળખાન કરતા સમયે, જે વિશ્વાસના અમારા કેમેરા છે, ગુજરાત પોલીસના, તેની મદદ લેવામાં આવેલ. નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ. અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટીફાઈ કરીને અમદાવાદ ઝોન-4 ની જે એલસીબીની ટીમ છે, તેના સાથે કોર્ડીનેશનમાં રહીને, આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે. બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલીયા સરપલીયા કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજીસ્ટર છે. બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈચે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપી પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે. આના સિવાય બે આરોપી વોન્ટેડ છે - પારસ અને જયંતી, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે. આ જે ગેંગ છે, આ ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે. અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે, એ સુરત, વડોદરા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે, તે પ્રમાણેની માહિતી અમારા પાસે છે. તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસે આવી જશે. આના સિવાય આ ગેંગની એક જુદી એમઓ આ પ્રમાણે હતી કે, ફ્લાઈટના મારફતે દેશના જુદા-જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા. જેમાં ખાસ કરીને કોલકત્તા જઈને, આ લોકો દ્વારા કોલકત્તાના હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે, તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે. આ ગેંગના પકડવાથી, જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી, તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણેની અમારી અપેક્ષા છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે, ઇન્વેસ્ટિગેશન દરમ્યાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે અમારા પ્રયત્ન છે.
Read Original Article →