અમીરગઢના આવલ ગામમાં રીંછ ઘૂસ્યું:વન વિભાગે પકડ્યું, ઘટનાનો વીડિયો વાયરલ
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં જંગલમાંથી એક રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ રીંછને પકડી પાડ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રીંછ ગામની સીમમાંથી પસાર થઈને શેરીઓમાં પહોંચી ગયું હતું. અચાનક રહેણાંક વિસ્તારમાં રીંછ આવી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક અનુમાન મુજબ, રીંછ ખોરાક કે પાણીની શોધમાં જંગલમાંથી ભટકીને રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓએ રીંછને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આખરે રીંછને સુરક્ષિત રીતે પકડી પાડવામાં સફળતા મળી હતી.
Read Original Article →