નોર્થ ગુજરાતમાં ઓલ ઈન્ડિયા બંધને વ્યાપક સમર્થન:પાલનપુર સહિત બનાસકાંઠામાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

Gujarat5/20/2026, 8:44:00 AM
નોર્થ ગુજરાતમાં ઓલ ઈન્ડિયા બંધને વ્યાપક સમર્થન:પાલનપુર સહિત બનાસકાંઠામાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
નોર્થ ગુજરાત સહિત પાલનપુરમાં ઓલ ઈન્ડિયા બંધને વ્યાપક સમર્થન મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં તબીબી સેવાઓ પર અસર ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં અંદાજે 1300 થી 1400 મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. જોકે, ઈમરજન્સી દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે દરેક ગામમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પાલનપુર શહેરમાં આશરે 450 સભ્યોમાંથી 10 થી 12 દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જરૂરી દવાઓ અને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા જાળવવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, બંધને તેમનું સંપૂર્ણ સમર્થન છે. જોકે, દર્દીઓની સેવા અને ઈમરજન્સી સારવાર પર કોઈ અસર ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. જોકે આઅંગે ભૂપેન્દ્ર વિજય વર્મા જણાવ્યું હતું કે મારી પાલનપુરમાં હોલસેલ પેઢી છે. અમે ઓલ ઈન્ડિયાની જે બંધનું એલાન છે એમાં નોર્થ ગુજરાત સંપૂર્ણ એને સમર્થન આપે છે. બનાસકાંઠા જીલ્લામાં આજે જરા 1300 થી 1400 મેડીકલ સ્ટોર્સ છે એમાંથી દરેક ગામમાં અમે એક વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. પાલનપુરમાં અમારા 450 સભ્યો છે એમાં લગભગ મેં 12 થી દુકાનો ખુલ્લી રાખી છે અને દરેક ગ્રામીણ વિસ્તારમાં પણ અમે વૈકલ્પિક વ્યવસ્થા રાખી છે. અને કોઈ પણ દર્દીને ઈમરજન્સીમાં કોઈ પણ તકલીફ ન થાય એ જ એની વ્યવસ્થા અમે જાળવી છે અને આ બંધને અમે સંપૂર્ણ સમર્થન છે.
Read Original Article →