રૂ.2.12 કરોડની મિલકતના માલિક જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા:બહુમતીના જોરે ઉપપ્રમુખ પદે બબીબેન ચૌધરીને જાહેર કરાયા
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે 2.12 કરોડની સ્થાવર જંગમ મિલકત માલિક વકીલ વસંત પુરોહિતની ઔપચારિક જાહેરાત કરી દેવાઇ છે. ચોથા શનિવારની જાહેર રજાના દિવસે પાલનપુરની જર્જરીત જિલ્લા પંચાયતના સંકુલ બહાર સવારથી જ ખુરશીઓ ગોઠવીને સભ્યોને પહેલા બહાર બેસાડીને એક એક કરીને અંદર જવા દેવામાં આવ્યા હતા. વર્ષો પછી ભાજપે પંચાયત કબજે કરતાં શુભકામનાઓ પાઠવવા જિલ્લા ભાજપના હોદ્દેદારો સવારથી જ ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેકટર મીહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે એ સભાની કાર્યવાહી હાથ ધરી હતી. અઢી વર્ષે મળેલી જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભામાં સભ્યો સિવાય મીડિયા સહિત કોઈને પ્રવેશ આપ્યો ન હતો. સભામાં ધારાસભ્યો માટે બેઠક વ્યવસ્થા જ કરાઈ ન હતી. સરકારી કેમેરામાં સમગ્ર સભાની કાર્યવાહી કેદ કરી હતી. બપોરે 12 કલાકે શરૂ થઈ જે અંદાજે 20 મિનિટના ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ હતી. આ સભામાં ભાજપના 32 અને કોંગ્રેસના 16 મળી તમામ 48 સભ્યો હાજર રહ્યા હતા.બહુમતીના જોરે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે વસંત પુરોહિત અને ઉપપ્રમુખ પદે બબીબેન ચૌધરીને જાહેર કરાયા હતા. સભાના અંતે બંને પક્ષો વચ્ચે નારેબાજી થઈ હતી, જ્યાં ભાજપના ભારત માતા કી જય ના જવાબમાં વિપક્ષે વંદે માતરમ'' અને સિયારામના નારા લગાવ્યા હતા. જો કે, અંતમાં વિપક્ષના સભ્યોએ સૌજન્યતા દાખવી નવનિયુક્ત પ્રમુખને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા અને પક્ષપાત વગર જિલ્લાના વિકાસ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. જિ.પં.ના પ્રમુખ અને ઉપપ્રમુખ પ્રમુખની સોગંદનામાની વિગતો • કાર: રૂ.42,50,000ના વાહનો. • સોનુ: 25 તોલા સોનું/ઝવેરાત, જેનું બજાર મૂલ્ય આશરે 36,00,000 રૂપિયા છે. • બાળકો: કુલ 3 બાળકો •અભ્યાસ: (B.A., LL.B.) •સંપત્તિ: કુલ મિલકત આશરે રૂ.2,12,50,000 છે, જેમાં રૂ.1,41,00,000ની જંગમ અને રૂ.71,50,000 ની સ્થાવર
Read Original Article →