2.70 કરોડની આવક:3 પોલીસ મથકના દારૂના ગુનાના 158 વાહનોની હરાજી
બનાસકાંઠામાં પોલીસે જપ્ત કરેલા વાહનોની પોલીસે કોર્ટની મંજૂરીથી હરાજી શરૂ કરી છે. ડીસાના બે પોલીસ મથક અને ધાનેરા પોલીસ મથકના 158 વાહનોની હરાજી કરી રૂપિયા 2.70 કરોડની રકમ રાજ્યકોષમાં જમા કરાવી છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરફેરીમાં પકડાતા વાહનોના માલિકો અને બુટલેગરો કાયદાની છટકબારીઓ શોધીને કોર્ટમાંથી વાહનો છોડાવી લેતા હોય છે અને ફરીથી તેનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં કરતા હોય છે. આ દૂષણને ડામવા માટે બનાસકાંઠા પોલીસે કોર્ટમાંથી મંજુરી મેળવી વાહનોની હરાજીનો નવો અભિગમ અપનાવ્યો છે. જિલ્લા પોલીસવડા પ્રશાંત સૂંબેએ જણાવ્યું કે, સામાન્ય રીતે દારૂની હેરફેરીમાં પકડાતા વાહનોના માલિકો અને બુટલેગરો કાયદાની છટકબારીઓ શોધીને કોર્ટમાંથી વાહનો છોડાવી લેતા હોય છે અને ફરીથી તેનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં કરતા હોય છે. આ દૂષણને ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડીસાના બે પોલીસ મથક, ધાનેરા પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના ગુનાઓમાં લાંબા સમયથી જપ્ત કરાયેલા કુલ 158 વાહનોની જાહેર હરાજી કરી રૂ.2,70,92,000 રાજ્યકોષમાં જમા કરાવવામાં આવ્યા છે. કોર્ટમાંથી મંજૂરી મેળવી હરાજી માટે કમિટી રચાઇ ડીસાના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીએ જણાવ્યુ કે, સૌથી પહેલા વાહન માલિકોને નોટિસ ફટકારી હતી. વાહનો જપ્ત કર્યા અંગેની જાહેરાત અપાઈ હતી. કોર્ટમાંથી હરાજીનો હુકમ મેળવી, વાહનોનું લિસ્ટ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાયું હતુ જે પછી કમિટી રચીને અપસેટ વેલ્યુના આધારે વાહનોની જાહેર હરાજી કરાઈ અને રકમ સરકારી તિજોરીમાં જમા લેવાઈ હતી.
Read Original Article →