ન્યાયની માંગ સાથે પોલીસને રજૂઆત:ગઠામણ ગામમાં બાળકીની દફનવિધિ રોકવાનો પ્રયાસ
પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં એક નવજાત બાળકીનું મોત થતા તેના પરિવારજનો દ્વારા ગામમાં આવેલા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં તેની દફનવિધિ કરતા ગામના કેટલાક લોકોએ આ પરિવારને કબ્રસ્તાન તેમનું ન હોવાનું કહી તેમને દફનવિધિ નહિ કરવા જણાવ્યું હતું. અગાઉ પણ એક મૃતકની દફનવિધિ કરતા અટકાવ્યા હતા જેને લઇ પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે પોલીસને રજૂઆત કરવામાં આવી છે. ગઠામણ ગામે મુસ્લિમ સમાજના મન્સૂરી પરિવારજનો વર્ષોથી વસવાટ કરે છે અને તેમના પરિવારમાં કોઈનું મરણ થાય તો ગામમા આવેલ વકફ બોર્ડના કબ્રસ્તાનમાં તેમની દફન વિધિ કરવામાં આવે છે પરંતુ કેટલાક લોકો મન્સૂરી પરિવારને આ કબ્રસ્તામાં દફનવિધિ કરતા અટકાવવામાં આવી હતી.
Read Original Article →