અકસ્માત:ધનિયાણા ચોકડીથી 100ની ઝડપે દોડેલા કાર ચાલકે બીજી કારને ટક્કર મારી
ધનિયાણા ચોકડીએ રવિવારે રાત્રે 11.30 કલાકના સુમારે કોઇ અગમ્ય કારણોસર કાર ચાલકે 100 કરતાં વધુની સ્પિડથી કાર હંકારી હતી. જેણે જલોત્રા માર્ગ ઉપર ધનિયાણા ગામ નજીક ઢોળાવમાં બીજી કારને ટક્કર મારી હતી. અકસ્માતનો ધડાકો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જોકે, આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ નથી.
Read Original Article →