રવિ માળી આપઘાત કેસ:પાલનપુરના યુવકના આપઘાત કેસમાં 3 આરોપીની અટકાયત
પાલનપુરમાં બે દિવસ અગાઉ વીરપુર પાસે હાથ પગ બાંધેલી હાલતમાં એક યુવકનો ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં મૃતકના સાસરિયાં દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના કારણે તેને આપઘાત કર્યો હોવાની ફરિયાદ દાખલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા પાલનપુરમાં કંથેરીયા હનુમાન રોડ પર રહેતા રવી માળી નામના એક યુવકની બે દિવસ અગાઉ વીરપુર પાસે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમજ હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં મૃતકની બહેને તાલુકા પોલીસ મથકે મૃતક ના પાંચ સાસરિયાં વિરૂદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેમાં મૃતક રવી માળીએ આંતર જ્ઞાતિય લગ્ન કર્યા હોય તેના સાસરિયાં તેને છૂટાછેડા લેવા દબાણ કરતા હોય તેમજ અવાર નવાર માનસિક ત્રાસ આપતા હોય તેમની કનડગત થી ત્રાસીને મૃતકે આપઘાત કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવતા પોલીસે પાંચ પૈકી ત્રણ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને બાકીના બે આરોપીને ઝડપી લેવામાં ચક્રોગતિમાન કર્યા હતા.
Read Original Article →