આપોપીયો ઝડપાયા:કારના કાચ તોડીને ચોરી કરતી અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 શખ્સો ઝબ્બે,2 ફરાર

Gujarat5/17/2026, 12:15:51 AM
દાંતા, વડગામ અને પાલનપુર તાલુકામાં બનેલા ચાર અનડિટેક્ટ ગુનાઓની તપાસ દરમિયાન પાલનપુર એલસીબીની ટીમે અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. નેત્રમ શાખાના CCTV સર્વેલન્સના આધારે પોલીસે સતીષ ઇન્દ્રેકર અને નકુલ તમાઇચેની ધરપકડ કરી રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ ગુજરાતના અનેક શહેરો ઉપરાંત ફ્લાઇટ મારફતે કોલકાતા જઈ ત્યાં પણ કારના કાચ તોડી ચોરી કર્યાની કબૂલાત આપી છે. તા.5 અને 6 મે દરમિયાન દાંતા, વડગામ અને પાલનપુર તાલુકા વિસ્તારમાં કારના કાચ તોડી રોકડ રકમ અને કિંમતી સામાન ચોરીની ચાર ઘટનાઓ બની હતી. દાંતા ખાતે અલ્ટો કારમાંથી રૂ.1.80 લાખ, વડગામના કોદરામ ગામે સ્કોર્પિયોમાંથી રૂ.5.37 લાખ, વડગામ હોસ્પિટલ પાસે બ્રેઝા કારમાંથી રૂ.50 હજાર અને સેમોદ્રા હાઇવે પરથી ટાટા પંચ કારમાંથી રોકડ તથા સામાન ચોરી કરાયો હતો. તમામ ગુનાઓમાં અજાણ્યા શખ્સો મોટરસાયકલ પર આવી કારના કાચ તોડી ફરાર થઈ જતા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અમદાવાદ ઝોન-4 એલસીબી સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી સતીષ લાલીયા સરપલી ઇન્દ્રેકર અને નકુલ રાજુભાઈ તમાઇચેને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ.1.50 લાખ રોકડા અને ગુનામાં વપરાયેલી રૂ.70 હજાર કિંમતની મોટરસાયકલ મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પારસ ગમંડે અને જયંતી દીદાવાલા સાથે મળીને બનાસકાંઠાના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી હતી ઝડપાયેલા અને ફરાર આરોપીઓ સતીષ લાલીયા સરપલી ઇન્દ્રેકર (છારા), હાલ કુબેરનગર, અમદાવાદ નકુલ રાજુભાઈ તમાઇચે (છારા), છારાનગર, અમદાવાદ પારસ ઉર્ફે પ્રફુલ અતુલભાઈ ગમંડે(ફરાર ) જયંતી નારણ દીદાવાલા(ફરાર )
Read Original Article →