સ્પાના નામે કૂટણખાનું ઝડપાયું:પાલનપુરના સ્પામાં 2 ગ્રાહકો વિદેશી યુવતીઓ સાથે કઢંગી હાલતમાં ઝબ્બે

Gujarat5/24/2026, 12:00:00 AM
પાલનપુરના ઓશીયા મોલ પાર્કિંગમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસની એસઓજી સહિતની ત્રણ એજન્સીઓએ પર્દાફાશ કર્યો હતો. રેડ દરમિયાન થાઈલેન્ડની 5 યુવતીઓ મળી આવી હતી જ્યારે માલિક અને મેનેજર ઝડપાયા હતા અને ત્રણ ભાગીદારો ફરાર થયા હતા. પાલનપુર એસઓજી, માનવ વેપાર અધિનિયમ હેઠળ મહિલા વિરોધી ગુનાઓ માટેની વિશેષ યુનિટ) અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ શુક્રવારના રોજ રાત્રે શહેર વિસ્તારમાં હોટલ, ગેસ્ટ હાઉસ અને સ્પાના ચેકિંગમાં હતા. તે દરમિયાન એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જે. સરવૈયાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ત્રણે ટીમોએ સયુંકત રીતે ઓશીયા મોલની નીચે પાર્કિંગની બાજુમાં આવેલા ગોડાઉનમાં પતરાના પાર્ટિશન બનાવી બ્લીસ બાર સ્પામાં મોડી રાત્રે 10:15 કલાકે રેડ પાડીને સ્પાના કાઉન્ટર પરથી બે સંચાલકો જ્યારે અંદરના રૂમો ખોલાવીને ચેક કરતા બે રૂમમાંથી બે ગ્રાહકો વિદેશી યુવતીઓ સાથે ઝડપાયા હતા.
Read Original Article →