વડોદરામાં ઓટિઝમગ્રસ્ત બાળકો માટે વિશેષ સુવિધા:જેતલપુરના સીડા સેન્ટરમાં નિષ્ણાત તબીબો દ્વારા હવે સચોટ નિદાન અને થેરાપી મળશે
એપ્રિલ મહિનાને વિશ્વભરમાં 'ઓટિઝમ અવેરનેસ મંથ' તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત વડોદરાના જેતલપુર રોડ પર સ્થિત 'ચિલ્ડ્રન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ડેવલોપમેન્ટ એન્ડ એડવાન્સમેન્ટ' (CIDA) સેન્ટર ખાતે ઓટિઝમગ્રસ્ત બાળકો માટે ખાસ નિદાન સુવિધા કાર્યરત કરવામાં આવી છે. આ સુવિધા ન્યુરો ડેવલપમેન્ટલ અને બિહેવિયરલ બાળરોગ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવશે. નિષ્ણાતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન
સીડા સેન્ટરની આ વિશેષ સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે IMA વડોદરાના પ્રેસિડેન્ટ ડો. મિતેષ શાહ અને એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર CA ઉત્તપલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ઓટિઝમ ધરાવતા બાળકોના વાલી એવા ચેસ્ટ MD ડો. તેજસ કક્કડ અને એનેસ્થેટીક ડો. કલ્પેશ તેજાનીએ પણ ખાસ હાજરી આપી અન્ય વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વધતા કેસ અને જાગૃતિની જરૂરિયાત
સીડાના ક્લિનીકલ ડિરેક્ટર ભાર્ગવી બહુલકરે જણાવ્યું હતું કે, ભારતમાં ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD) ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલના આંકડા મુજબ દર 68 માં 1 બાળક ઓટીઝમ સાથે જન્મે છે. જાગૃતિનો અભાવ, પર્યાવરણીય પ્રદૂષણ અને માતા-પિતાની વધતી ઉંમર જેવા પરિબળો આ માટે જવાબદાર હોઈ શકે છે. આવા સમયે સમયસરનું સ્ક્રીનીંગ અને નિદાન અત્યંત અનિવાર્ય છે. સચોટ નિદાન અને થેરાપીનું મહત્વ
આ સેન્ટરમાં ડેવલોપમેન્ટલ પિડિયાટ્રીશ્યન ડો. પૃથક શાહના નેતૃત્વમાં બાળકોનું સચોટ નિદાન કરવામાં આવશે. અહીં તાલીમબદ્ધ ટ્રેનરો દ્વારા 'અપ્લાયડ બિહેવિયર એનાલિસિસ' (ABA) થેરાપી આપવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો બાળકને ઘર, શાળા અને સમાજમાં સાનુકૂળ વાતાવરણ મળે, તો તેઓ ચોક્કસપણે સમાજની મુખ્ય ધારામાં ભળી શકે છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકને પોતાની શક્તિ માની તેના માનસિક વિકાસમાં સહભાગી બને.
Read Original Article →