ડીસામાં મારુતિ કાર 11 KV વીજ પોલ સાથે ટકરાઈ:ચાલકે કાબૂ ગુમાવતા પોલ તૂટ્યો, ત્રણ બાળકો સહિતનો બચાવ

Gujarat6/6/2026, 4:58:18 PM
ડીસામાં મારુતિ કાર 11 KV વીજ પોલ સાથે ટકરાઈ:ચાલકે કાબૂ ગુમાવતા પોલ તૂટ્યો, ત્રણ બાળકો સહિતનો બચાવ
ડીસા શહેરના કોલેજ રોડ પર એક મારુતિ અલ્ટો કાર 11 KV વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વીજ પોલ તૂટી પડ્યો હતો. જોકે, કારમાં સવાર ત્રણ બાળકો અને ડ્રાઇવરનો બચાવ થયો હતો. ઘટના બગીચા સર્કલથી કોલેજ તરફ જતા માર્ગ પર કોલેજ નજીક બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલકે સી.સી. કોર્નર પાસે આવેલા બમ્પ પરથી પસાર થતી વખતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર સીધી 11 KV વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે 11 KV વીજ લાઇન ચાલુ હતી. જોકે, તે દિવસે કોલેજમાં રજા હોવાથી માર્ગ પર ટ્રાફિક અને રાહદારીઓની અવરજવર ઓછી હતી. જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ યુજીવીસીએલને કરવામાં આવતા, તેમના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વીજ પુરવઠો બંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
Read Original Article →