ખૂન કેસનો આજીવન કેદી ડીસાથી પકડાયો:અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી ઝડપાયો

Gujarat5/20/2026, 2:48:07 PM
ખૂન કેસનો આજીવન કેદી ડીસાથી પકડાયો:અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી ઝડપાયો
બનાસકાંઠા રેન્જ અને જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે અમદાવાદના ખૂન કેસમાં આજીવન કેદની સજા પામેલા એક આરોપીને ડીસાના ગવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂન (IPC કલમ-302, 307, 323) ના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી અકીલ અહેમદ અસલામુદીન અંસારી ફરાર છે. તે અમદાવાદથી ડીસા આવી ગવાડી વિસ્તારમાં છુપાયેલો હતો. આ બાતમીના આધારે પોલીસે સફળ રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ આરોપીને પકડવાની કામગીરીમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલ, હેડ કોન્સ્ટેબલ કીરીટસિંહ, રમણલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશકુમાર, દલપતભાઈ, અશ્વિનકુમાર અને ભરતકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
Read Original Article →