ગ્રામજનોની આંદોલનની ચીમકી : ચોમાસાની ઋતુમાં સમસ્યાની ફરિયાદ:ગોતાપુર-પ્રાંતવેલ રોડને જોડતા વાંગાના જર્જરિત ગરનાળા મુદ્દે ગામલોકોમાં રોષ
અરવલ્લી જિલ્લાના છેવાડે આવેલા પ્રાંતવેલ રોડને જોડતા રસ્તા વચ્ચેના આવેલું વર્ષો જૂનું પૂલીયું-ગરનાળું બિસ્માર બન્યું છે. ચોમાસાની ઋતુમાં આ ગનાળા ઉપરથી સતત વરસાદી પાણી વહેતું હોવાથી ખેડૂતો વિદ્યાર્થીઓ અને સાત કરતાં વધુ ગામડાના લોકોને અવરજવામાં મુશ્કેલી પડતી હોવાથી આ ઘરનાળાના પ્રશ્ન બાયડના ગોતાપુર સહિતના આસપાસના ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગોતાપુરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઉપરવાસમાંથી વધુ પાણી આવતું હોવાથી ચોમાસાની ઋતુમાં વધુ અભ્યાસ અર્થે ઉભરાણ તેમજ વીરપુર બાયડ જતાં વિદ્યાર્થીઓ ખેડૂતો અને સાત કરતાં વધુ ગામડાના લોકોનેને કલાકો સુધી વાંગામાંથી પાણી ઉતરવાની રાહ જોવી પડે છે. જે તે સમયે બાંધકામમાં 900 ડાયાની પાઇપો નાખેલી હોવાથી ચોમાસાની ઋતુમાં પૂરતું પાણી પાઇપો માંથી નીકળતું ન હોવાથી આ રસ્તા ઉપર ચોમાસુ દરમિયાન પુર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને ગોતાપુર કમરાજ પ્રાંતવેલ ઉભરાણ અને મહીસાગર જિલ્લાના મોતીપુરા સરદારપુરા જેવા ગામોનો સંપર્ક તૂટી જાય છે. પરિણામે હાલાકીનો સામનો કરવો પડે છે. પુલિયુ અને તેમાં નાખેલી પાઇપો બિસ્માર થઈ જતા ખેડૂતો અને ગ્રામજનોએ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા સત્વરે પ્રાતવેલ ગોતાપુરને જોડતા રોડ ઉપર 1200 ડાયાની પાઇપો નાખીને ઊંચો ડીપ બનાવવામાં આવે તેવી માંગ કરી છેે.
Read Original Article →