અરવલ્લી, ગાંધીનગર સાથેનું અંતર ઘટશે:હરસોલી-બારડોલી-કોઠી વચ્ચે મેશ્વો નદી પર પુલનું લોકાર્પણ

Gujarat6/5/2026, 12:00:00 AM
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની જીવાદોરી સમાન મેશ્વો નદી પર હરસોલી, બારડોલી અને કોઠી ગામોને જોડતો અત્યાધુનિક પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પુલને પગલે વર્ષો જૂની માંગણી સંતોષાતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હરસોલી અને તેની આસપાસના 15થી વધુ ગામોના રહીશો માટે આ પુલ એક આશીર્વાદ સમાન સાબિત થશે. અત્યાર સુધી નદીના કારણે જે લાંબો ફેરો કરવો પડતો હતો, તે હવે દૂર થશે. આ પુલના નિર્માણથી ગાંધીનગર ઉપરાંત ખેડા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લા સુધી પહોંચવા માટે મુસાફરોને સીધો અને ટૂંકો માર્ગ મળી રહેતા મુસાફરી સરળ અને ઝડપી બનશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ઉપરાંત ગાંધીનગર સહિત હાજર હતા.
Read Original Article →