કાર્યવાહી:હોટલમાંથી 7.60 લાખનું શંકાસ્પદ DEF યુરિયા પકડાયું
શામળાજી-રતનપુર નેશનલ હાઇવે પર જૂની બંધ પડેલ હોટલમાંથી ડીઇએફ યુરિયાનો શંકાસ્પદ જથ્થા સાથે શખ્સની એસઓજીએ અટકાયત કરી છે. એસઓજીએ રૂ.7,60 510ના 12260 લિટર જથ્થો કબ્જે કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાના ભાગરૂપે એસઓજી પીઆઈ પી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ. રાઠોડ અને સ્ટાફ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે શામળાજી રતનપુર રોડ પર ઓનેસ્ટ હોટલ નજીક બંધ પડેલ જૂની હોટલમાં શખ્સ ગેરકાયદે ડીઇએફ યુરિયાનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતીના આધારે એસઓજીએ રેડ કરીને અરવિંદકુમાર નેમીચંદ બગારીયા (28) રહે.ભડાધર, તા.ધોધ જિ.શીકર રાજસ્થાન હાલ રહે.નવાગામ, તા.શામળાજીને સાથે રાખી પતરાંની શેડવાળી જૂની હોટલમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના મોટા ટાંકાઓમાં આશરે 12000 લિટર કરતાં વધુ ડીઇએફનો જથ્થો તથા બીજી જુદી-જુદી કંપનીઓના 20 લિટર તથા 10 લિટરની કુલ 32 ડોલોમાં ડીઇએફ યુરિયા ભરેલ જથ્થો મળ્યો હતો. મોટી માત્રામાં મળેલ ડીઈએફ યુરિયાના જથ્થા અંગે અરવિંદકુમાર નેમીચંદ બગારીયાની એસઓજીએ પૂછપરછ કરતાં આ જથ્થો ક્યાંથી લાવેલ છે આ અંગેના બિલો રજૂ કરવા જણાવતા તે બિલ કે આધાર પુરાવા રજૂ ન કરતાં એસજીએ 7,60,510નો 12260 લિટર ડીઈએફ યુરિયાનો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Read Original Article →