આર એન્ડબીના આદેશનું કરાયું પાલન:મોડાસામાં માલપુર રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિરનું દબાણ સ્વયંભૂ હટાવાયું

Gujarat5/12/2026, 1:47:28 AM
આર એન્ડબીના આદેશનું કરાયું પાલન:મોડાસામાં માલપુર રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિરનું દબાણ સ્વયંભૂ હટાવાયું
મોડાસા-માલપુર મુખ્ય માર્ગ પર આવેલા પ્રસિદ્ધ રોકડીયા હનુમાન મંદિરના પરિસરમાં થયેલું દબાણ આખરે દૂર કરાયું છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને આર એન્ડ બી વિભાગના આદેશ બાદ મંદિરના ભક્તોએ સ્વયંભૂ આગળ આવીને દબાણ હટાવવાની કામગીરી કરી હતી.મંદિરના કેટલોક ભાગ તૂટતાં દર્શનાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. રસ્તાની સલામતી અને ટ્રાફિક નિયમન માટે સરકારી જમીન આપી હતી. જેના ભાગરૂપે આર એન્ડ બી વિભાગે મંદિર ટ્રસ્ટને મૌખિક જાણ કરાઇ હતી. આર એન્ડ બી ની સૂચના મળતાં જ ભક્તોમાં નારાજગી ફેલાઈ હતી. પરંતુ કાયદાકીય કાર્યવાહી ટાળવા મંદિર સમિતિ અને ભક્તોએ પરસ્પર સમજૂતીથી દબાણ જાતે હટાવી દીધું હતું. રોકડીયા હનુમાન મંદિર દુભાઈ છે.મંદિરના કેટલોક ભાગ તૂટતાં દર્શનાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી.
Read Original Article →