મોડાસાની બે વિદ્યાર્થિનીઓ ગૌરવ વધાર્યું:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઈ

Gujarat4/10/2026, 1:45:36 PM
મોડાસાની બે વિદ્યાર્થિનીઓ ગૌરવ વધાર્યું:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી પરીક્ષામાં મોડાસાની બે વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. PGDCA સેમેસ્ટર-૨માં ખાનજી અકશા જે. અને BCA સેમેસ્ટર-૬માં પટેલ જાનવીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થિનીઓનો પદવીદાન સમારોહ પાટણ ખાતેની યુનિવર્સિટીમાં યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવી હતી. ડો. એન. શાહ પીજીડીસીએ અને બીસીએ કોલેજ, મોડાસા માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ જે. મોદી અને પ્રભારીમંત્રી પરેશભાઈ બી. મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, કોલેજના કાર્યકારી આચાર્ય સંજયભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે પણ બંને વિદ્યાર્થિનીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →