મોડાસામાં સાંસદ શોભનાબેન બારૈયાના જન્મદિને 53 વૃક્ષોનું વાવેતર:"એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો

Gujarat6/9/2026, 2:56:09 PM
મોડાસામાં સાંસદ શોભનાબેન બારૈયાના જન્મદિને 53 વૃક્ષોનું વાવેતર:"એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
મોડાસામાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાના 53મા જન્મદિન નિમિત્તે 53 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ આ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મોડાસા વિસ્તરણ રેન્જ વનવિભાગ અને એમ.એલ.ગાંધી કોલેજ કેમ્પસના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કોલેજ કેમ્પસના જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિ પોતાની માતાના સન્માનમાં એક છોડ વાવી તેનું જતન કરીને તેને વૃક્ષ બનાવે તેવો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવા અને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અપીલ કરી હતી. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી વનવિભાગના ACF બી.સી. ડાભી, મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, કોલેજ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, કાઉન્સિલરો, વનવિભાગના કર્મચારીઓ, જે.બી. શાહ સ્કૂલના પ્રાથમિક વિભાગના ઈકો ક્લબના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, ભાજપના કાર્યકરો તેમજ કોલેજના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →