મોડાસા નાગરિક બેન્ક ચૂંટણી પરિણામ જાહેર:વિશ્વાસ પેનલનો બહુમતીથી વિજય, પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવાર જીત્યા
મોડાસા નાગરિક સહકારી બેન્કની ડિરેક્ટર ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર થયા છે. આ ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો બહુમતીથી વિજય થયો છે. બેન્કના કુલ 15 ડિરેક્ટરો માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. સવારે 8 થી સાંજે 6 વાગ્યા દરમિયાન 5500થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. મોડી રાત્રે મતગણતરી પૂર્ણ થતાં વિશ્વાસ પેનલના 13 ઉમેદવારો વિજયી બન્યા હતા. તેની સામે હરીફ પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવારો જ જીત મેળવી શક્યા હતા. ચૂંટણી પરિણામો બાદ વિજયી ઉમેદવાર કામેશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 64 વર્ષથી બેન્કના કુશળ વહીવટને જોઈને સભાસદોએ વિશ્વાસ પેનલને વિજયી બનાવી છે. તેમણે મોડાસા નાગરિક બેન્કના તમામ સભાસદોનો આભાર માન્યો હતો. મોડાસા નાગરિક સહકારી બેન્કમાં વિજેતા બનેલા ઉમેદવારોના નામ 1 - હિતેન્દ્ર મોદી - સુરજ નિશાન - 3300 મત 2 - ગૌરાંગ શાહ - સુરજ - 3260 મત 3 - ચંદ્રેશ ગાંધી - સુરજ - 3245 મત 4 - હેમંત ગાંધી - સુરજ - 3103 મત 5 - કિરીટ વી શાહ - સુરજ - 3317 મત 6 - પ્રદીપ શેઠ - સુરજ - 3161 મત 7 - મનહર લાલ શાહ - સુરજ - 3154 મત 8 - પ્રજ્ઞા શાહ - સુરજ - 2854 મત 9 - રાકેશ સી મહેતા - સુરજ -2902 મત 10 - જલ્પા ભાવસાર - સુરજ - 3013 મત 11 - કિરણ ભાવસાર - વાઘ -2805 મત 12 - રમણલાલ આર રોહિત - સુરજ - 2999 મત 13 - દિનેશ ગુર્જર - સુરજ - 2885 મત 14 - નીતા બેન ગાંધી - સુરજ - 2754 મત 15 - કમલેશ એસ પટેલ - વાઘ - 2745 મત
Read Original Article →