મોડાસામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:ગાયત્રી મંદિર પાસે નગરપાલિકા-સામાજિક વનીકરણ વિભાગે વૃક્ષારોપણ કર્યું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોડાસા ખાતે વિશેષ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોડાસા સ્થિત ગાયત્રી મંદિર પાસે નગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'વૃક્ષ વાવો-પર્યાવરણ બચાવો, હરિયાળું ભવિષ્ય બનાવો' જેવા સંદેશાઓ દ્વારા જન જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
Read Original Article →