અરવલ્લીમાં વાતાવરણ પલટાયું, ભારે પવન સાથે માવઠું:મોડાસા, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ

Gujarat4/7/2026, 10:52:12 AM
અરવલ્લીમાં વાતાવરણ પલટાયું, ભારે પવન સાથે માવઠું:મોડાસા, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ
અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ મોડાસા, મેઘરજ અને માલપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઘટનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે પવન ફૂંકાયો હતો. મોડાસા શહેર ઉપરાંત આનંદપુર કંપા, ખાલીકપુર, ટીંટોઇ, ઉમેદપુર, જીવણપુર સહિતના અનેક ગામોમાં તોફાની વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં વાવેલા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બાજરી, મકાઈ અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. હાલ પણ વાતાવરણમાં પલટો યથાવત છે અને વધુ વરસાદ પડવાની સંભાવના છે.
Read Original Article →