મોડાસામાં પર્યાવરણ દિવસે નગરપાલિકા-ગાયત્રી પરિવારે વૃક્ષારોપણ કર્યું:માલપુર રોડ પર કાર્યક્રમ, પાલિકા પ્રમુખે પર્યાવરણ જતન કરવા આહવાન કર્યું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોડાસામાં નગરપાલિકા અને ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે ઉપપ્રમુખ ગફુરભાઈ રબારી, ચીફ ઓફિસર, પાલિકાના કોર્પોરેટરો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા વૃક્ષોને કંકુ તિલક કરી પૂજા કર્યા બાદ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલે મોડાસાની જનતાને વૃક્ષોનું મહત્વ સમજાવી તેના જતન કરવા આહવાન કર્યું હતું.
Read Original Article →