મોડાસા બામણવાડામાં જલકબેન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું:ભાજપે અગાઉના ઉમેદવાર બદલી નવાને ટિકિટ આપી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની બામણવાડ તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર જલકબેન મિતુલકુમાર પટેલે શનિવારે, 11મી તારીખે બપોરે 12:45 કલાકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપે અગાઉ મેન્ડેટ આપેલા ઉમેદવારને બદલીને મણીપુરાના રહેવાસી જલકબેન મિતુલકુમાર પટેલને ટિકિટ ફાળવી હતી. ઉમેદવારી પત્ર ભરતી વખતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જલકબેન પટેલે ભારે ઉત્સાહ સાથે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું.
Read Original Article →