બેની અટકાયત:શહેરાથી મોડાસા કતલખાને લવાતી 16 ભેંસો ભરેલી આઇસર માલપુર પાસે ઝડપી લેવાઈ

Gujarat6/4/2026, 1:13:21 AM
માલપુર મોડાસા સ્ટેટ હાઇવે ઉપર કતલખાને લઈ જવાતી રૂપિયા ચાર લાખની કિંમતની 16 ભેંસો ભરેલી આઇસર ટ્રક જાગૃત નાગરિકની સતર્કતાથી માલપુર પોલીસે ઝડપી પાડી હતી. પંચમહાલના શહેરાથી મોડાસા કતલખાને લવાતી હોવાનું બહાર આવ્યું હતું. માલપુર પોલીસે મોડાસાના રાણા સૈયદના ટ્રક ચાલક સહિત બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આઇસર ગાડી નંબર જીજે 27 ટીડી 60 70 ઉભી હોવાની જાગૃત નાગરિકે જનરક્ષક મોબાઇલને કોલ કરતા માલપુર પોલીસ સ્ટાફ સાથે દોડી ગઈ હતી. પોલીસે આઇસર ગાડીની તલાસી લેતા તેમાં રૂ. 4,00,000 ની કિંમતની ભેંસો નંગ 16ને ગળાના અને મોઢાના ભાગે રસી વડે મરણતોલ હાલતમાં બાંધીને ટ્રકમાં ઘાસચારો કે પાણીની સગવડ ન રાખી બિનઅધિકૃત રીતે ભેંસોને કતલખાને લઈ જવાતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આરોપી સલાઉદ્દીન યુસુફભાઈ મુલતાની અને અખીર ખીમા મુલતાની બંને રહે રાણા સૈયદ સામે ગુનો નોંધી ભેસોને ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.
Read Original Article →