રાયગઢમાં દ્વિદિવસીય મહાવિષ્ણુયાગ સંપન્ન થયો:પૂજ્ય ડૉ. યોગેન્દ્રભાઈના સાન્નિધ્યે ભક્તિસભર માહોલમાં આયોજન

Gujarat5/25/2026, 4:58:43 AM
રાયગઢમાં દ્વિદિવસીય મહાવિષ્ણુયાગ સંપન્ન થયો:પૂજ્ય ડૉ. યોગેન્દ્રભાઈના સાન્નિધ્યે ભક્તિસભર માહોલમાં આયોજન
રાયગઢ સ્થિત પ્રસિદ્ધ અગ્નિહોત્રાશ્રમ ખાતે પૂજ્ય અગ્નિહોત્રી ડૉ. યોગેન્દ્રભાઈના સાન્નિધ્યમાં દ્વિદિવસીય મહાવિષ્ણુયાગ સંપન્ન થયો. અધિક જ્યેષ્ઠ માસ (પુરુષોત્તમ માસ) ના પવિત્ર અવસરે પરમ કૃપાળુ પરમાત્મા મહાવિષ્ણુસ્વરૂપ શ્રી યજ્ઞ નારાયણ દેવની અનંત કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ ભક્તિસભર માહોલમાં થઈ હતી. આ અવસરે ઉપસ્થિત આમંત્રિતો, ભાવિકો અને શ્રદ્ધાળુઓને પ્રગટાવેલા આરતી દીપ આપી મહા આરતીનો લ્હાવો આપવામાં આવ્યો હતો. અગ્નિહોત્રી પરિવાર અને સત્સંગી મિત્રો દ્વારા આયોજિત આ યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આહુતિઓ આપવામાં આવી હતી. આગ્નેય યોગેન્દ્ર અગ્નિહોત્રી, અદિતિ અગ્નિહોત્રી, ડૉ. યોગેન્દ્ર ઋષિરાજ અગ્નિહોત્રી અને મુક્તા અગ્નિહોત્રી સહિત સમગ્ર અગ્નિહોત્રી પરિવારે જાહેર જનતા અને ધર્મપ્રેમી જનતાનો આ દિવ્ય મહાવિષ્ણુયાગમાં શ્રદ્ધા-ભક્તિપૂર્વક સમ્મિલિત થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પૂજ્ય ડૉ. યોગેન્દ્ર ઋષિરાજ અગ્નિહોત્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા.
Read Original Article →