ડુગરવાડા કબીર કુટીરમાં ધ્વજારોહણને એક વર્ષ પૂર્ણ:પંથાચાર્ય ઉદિત મુનિના હસ્તે ધ્વજા પૂજા, ભવિષ્યમાં 'ધ્વજા બેઠક' તરીકે પૂજાશે

Gujarat4/11/2026, 8:27:39 AM
ડુગરવાડા કબીર કુટીરમાં ધ્વજારોહણને એક વર્ષ પૂર્ણ:પંથાચાર્ય ઉદિત મુનિના હસ્તે ધ્વજા પૂજા, ભવિષ્યમાં 'ધ્વજા બેઠક' તરીકે પૂજાશે
ડુગરવાડા સ્થિત કબીર કુટીર ખાતે કબીર પંથના સોળમા પંથાચાર્ય પરમ પૂજ્ય હજુર શ્રી ઉદિત મુનિ નામ સાહેબના હસ્તે એક વર્ષ પૂર્વે કરવામાં આવેલ ધ્વજારોહણને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ધ્વજા નિશાન પૂજા અને ધ્વજારોહણ વિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. આ પવિત્ર વિધિ પૂજ્ય મહંત વિષ્ણુપ્રસાદ મહારાજ અને મહંતપ્રેમદાસ સાહેબના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે નિલેશભાઈ જોષી, અમિતભાઈ કવિ, દિગ્વિજય સિંહ, નરસિંહભાઈ રાજવી સહિત ડુગરવાડા ગામના મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ ધ્વજાને "ધ્વજા બેઠક" તરીકે પૂજવામાં આવશે. મહંતશ્રી વિષ્ણુપ્રસાદ મહારાજે ઉમેર્યું હતું કે કબીર પંથની આ ધ્વજા પંથકમાં ધર્મપ્રેરણા ફેલાવતી રહેશે. આ પ્રસંગે મહંતઓ અને આગેવાનો દ્વારા ધાર્મિક ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ગુરુગાદી વતી ઉપસ્થિત મહંતો અને આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
Read Original Article →