ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત‎:મુન્શીવાડામાં બસ વૃક્ષથી ભટકાઇ, 20થી વધુ મુસાફરોને ઈજા

Gujarat6/5/2026, 12:00:00 AM
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત‎:મુન્શીવાડામાં બસ વૃક્ષથી ભટકાઇ, 20થી વધુ મુસાફરોને ઈજા
મોડાસા-મેઘરજ રોડ ઉપર મુન્શીવાડા સ્ટેન્ડ પાસે બુધવારે બોડી સાંજે રાજસ્થાન પરિવહન નિગમની ડુંગરપુર એસટી ડેપોની બસ મોડાસા તરફ આવી રહી હતી. તે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ લીમડાના વૃક્ષ સાથે ટકરાતાં બસમાં મુસાફરી કરી રહેલા નાના બાળકો મહિલાઓ અને પુરુષો સહિત 20 કરતાં વધુ લોકોને ઇજાઓ પહોંચતાં ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. દરમિયાન ઇજાગ્રસ્તોને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે અકસ્માતમાં લીમડાનું વૃક્ષ પણ તૂટી પડ્યું હતું અને એસટી બસ સાથે ટકરાઈને 15 થી 20 ફૂટ પાછી પડી હતી. અકસ્માતના પગલે એસટી બસમાં મુસાફરી કરી રહેલા બાળકો મહિલાઓ અને પુરુષોએ બૂમાબૂમ અને રોકકળ કરી મૂકી હતી. અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા અને મોડાસામાં કેન્ટીનના સંચાલક બંસીભાઈ નિનામાને ફ્રેક્ચર થયું હતું. જ્યારે આ જ એસટી બસના કંડક્ટર અને તેની બહેનને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી. રાજસ્થાન પાસીંગની બસની ટક્કરે લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું હતું. અકસ્માતમાં મુસાફરો ઘાયલ થતાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડ્યા
Read Original Article →