અરવલ્લી ITI પ્રવેશ પ્રક્રિયા શરૂ, 5796 બેઠકો ઉપલબ્ધ:23 જૂન સુધી નિઃશુલ્ક ઓનલાઈન અરજી કરી શકાશે

Gujarat5/16/2026, 2:39:10 PM
અરવલ્લી ITI પ્રવેશ પ્રક્રિયા શરૂ, 5796 બેઠકો ઉપલબ્ધ:23 જૂન સુધી નિઃશુલ્ક ઓનલાઈન અરજી કરી શકાશે
રાજ્યભરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માં વર્ષ 2026 માટેની પ્રવેશ પ્રક્રિયા 14 મેથી શરૂ થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ એન્જિનિયરિંગ અને નોન-એન્જિનિયરિંગ ટ્રેડમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ 5796 બેઠકો ઉપલબ્ધ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ 23 જૂન સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. અરવલ્લી જિલ્લામાં કૌશલ્ય આધારિત ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હાલમાં 8 સરકારી, 5 ગ્રાન્ટેડ અને 3 સેલ્ફ-ફાઇનાન્સ ITI સંસ્થાઓ કાર્યરત છે. જિલ્લાની મોડાસા, મહિલા મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજ, કસાણા, બાયડ અને વડાગામ-ધનસુરા ITI માં વાયરમેન, મિકેનિક મોટર વ્હીકલ, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, ડ્રેસ મેકિંગ, હેર એન્ડ સ્કીન કેર, કટિંગ એન્ડ સિવિંગ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશનીંગ, મશીનિસ્ટ, ટર્નર સહિત અનેક રોજગારલક્ષી ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને, મહિલા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા “નમો લક્ષ્મી યોજના” નો લાભ પણ આપવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાની તમામ ITI સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરવાની અને કારકિર્દી માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Read Original Article →