જનજાતિ સુરક્ષા મંચની દિલ્હી મહારેલી માટે રવાના:ડી-લિસ્ટીંગ ગર્જના રેલીમાં ભાગ લેવા અરવલ્લી જિલ્લાના ભાઈઓ બહેનો રવાના
જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આયોજિત 'ડી-લિસ્ટીંગ ગર્જના' મહારેલીમાં ભાગ લેવા માટે અરવલ્લી જિલ્લાના સભ્યો દિલ્હી જવા રવાના થયા છે. આ મહારેલી જનજાતિના અધિકારો અને સાંસ્કૃતિક ઓળખના મુદ્દે યોજાઈ રહી છે.પાવનધામ વડાલીકંપા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જનજાતિ પરિષદના સભ્યો એકઠા થયા હતા. પાવનધામ ટ્રસ્ટ દ્વારા દિલ્હી જતા ભાઈઓ અને બહેનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશરે 300 જેટલા સભ્યો અહીં ઉપસ્થિત રહ્યા હતા. પાવનધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા તિલક કરીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સભ્યોએ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાવનધામના ટ્રસ્ટીઓ અને સ્થાનિક કંપાના ભાઈઓએ સેવા આપી હતી. અહીંથી આ સભ્યો પાલનપુર રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થશે.
Read Original Article →