અરવલ્લી જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટાયા:મયુરકુમાર પટેલ પ્રમુખ, રજનીકાંત પટેલ ઉપપ્રમુખ બન્યા
અરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મયુરકુમાર પટેલને પ્રમુખ અને રજનીકાંત પટેલને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન સહિત અન્ય મહત્વના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને કુલ 30 બેઠકોમાંથી 18 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 12 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ પરિણામો બાદ નવી બોડીની રચના માટે આજે જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક યોજાઈ હતી. ચૂંટણી અધિકારી જાગૃતિબેન ચૌધરીની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના મેન્ડેટના આધારે પક્ષના ઉમેદવારોએ વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવી હતી.અન્ય મહત્વના હોદ્દાઓમાં, ભીખુસિંહ પરમારને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના નેતા તરીકે બળવંતસિંહ ભોઈ અને દંડક તરીકે નિતુબહેન સોલંકીની પસંદગી કરવામાં આવી છે.
Read Original Article →