ધરપકડ:બાઇક, રિક્ષા અને ટ્રેક્ટર ચોરનાર આણંદનો ચોર પકડાયો, પાંચ ગુનાઓનો ભેદ ઉકેલાયો
અરવલ્લી એલસીબી અને ટીંટોઈ પોલીસે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી બાઇક, મોબાઈલ, ટ્રેક્ટર, રિક્ષાઓની ચોરી કરતાં આણંદ જિલ્લાના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે બે રિક્ષા, બે બાઇક સહિત કુલ રૂ.1.35 લાખનો મુદ્દામાલ કબજે લઈ 5 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે. ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં તા. 27 માર્ચના રોજ રિક્ષા નંબર GJ.18.AX.2556 ને ડિટેઇન કરાઇ હતી. પોલીસે તપાસ કરતાં રિક્ષા ગાંધીનગર સેક્ટર-7 સિવિલની પાછળના ભાગેથી ચોરી ચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. એલસીબી તેમજ ટીંટોઈ પોલીસે આ ગુનામાં સુનિલભાઈ અરવિંદભાઈ પરમાર રહે.ચીખોદરા ચોકડી પારો, ગમોટપુરા, પ્રાથમિક શાળાની બાજુમાં, ગામડી તા.જિ.આણંદને એલસીબી ઓફિસે લાવી પૂછપરછ કરતાં ઉપરોક્ત આરોપીએ 5 જુદી જુદી ચોરીની કબૂલાત કરી હતી. આ ચોરીની કબૂલાત , 1.35 લાખની મત્તા જપ્ત
અમદાવાદના અસલાલી, મહેસાણાના વિજાપુર, ખેડાના ડાકોર તેમજ આણંદ શહેર, આણંદના કરમસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમજ વડોદરાના સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષા, મોબાઈલ, બાઇક અને ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વડતાલમાંથી ચોરેલી રિક્ષા નં.GJ.23.X.6668, આણંદના કરમસદ સિવિલ પાસેથી ચોરેલી રિક્ષાનં.GJ.23.X.142 , વિજાપુર બસ સ્ટેશન આગળથી બાઇક નં GJ.09.AM.2595, સાવલી પોલીસ સ્ટેશન સામેથી બાઇક નં.GJ27 J1554 તેમજ ગાંધીનગર સિવિલના પાછળના ભાગેથી ચોરેલી રિક્ષા નંબર GJ.18.AX.2556 સહિત કુલ રૂ.1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Read Original Article →