આણંદના અધિક કલેકટર ઋતુરાજ દેસાઈને વિદાય અપાઈ:વડોદરા નાયબ મ્યુનિસિપલ કમિશનર બન્યા; કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી સન્માન કર્યું
આણંદ કલેકટર કચેરીના નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈને મંગળવારે વિદાય આપવામાં આવી હતી. તેમની વડોદરા ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ છે. વિદાય સમારંભની શરૂઆત કેક કાપીને શુભેચ્છા પાઠવવાથી કરવામાં આવી હતી. કલેકટર કચેરીના પ્રાંત અધિકારીઓ, નાયબ કલેકટરો, મામલતદારો, નાયબ મામલતદારો અને ક્લાર્ક સહિતના તમામ કર્મચારીઓએ ઋતુરાજ દેસાઈ તેમની કેબિનમાંથી બહાર નીકળ્યા ત્યારથી વાહનમાં બેસ્યા ત્યાં સુધી પુષ્પવર્ષા કરી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ ઋતુરાજ દેસાઈને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. કર્મચારીઓ દ્વારા મળેલા પ્રેમ અને સન્માનથી પ્રભાવિત થઈ ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, "મને કારકિર્દીમાં પહેલીવાર આટલું ભવ્ય અને આત્મીય વિદાયમાન મળ્યું છે."
Read Original Article →