સરદાર પટેલ યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ તાલીમ યોજાઈ:કોલેજ કો-ઓર્ડિનેટરોને પ્રવેશ પ્રક્રિયાનું માર્ગદર્શન અપાયું

Gujarat4/13/2026, 7:36:01 AM
સરદાર પટેલ યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ તાલીમ યોજાઈ:કોલેજ કો-ઓર્ડિનેટરોને પ્રવેશ પ્રક્રિયાનું માર્ગદર્શન અપાયું
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સુવિધા માટે એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલ અંગે કોલેજના આચાર્યો અને કો-ઓર્ડિનેટરોને માર્ગદર્શન અપાયું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વેગ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીતથી કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સરદાર સાહેબનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરાયું. આ પ્રસંગે કુલપતિ પ્રો. (ડૉ.) નિરંજનભાઈ પટેલે પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ જાળવવા પર ભાર મૂક્યો હતો. GCAS ટીમના સભ્ય ડૉ. રાજેશ કોઠારીએ પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ કાર્યપદ્ધતિ સમજાવી. ડૉ. પારુલ દવેએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિદ્યાર્થીઓના હિતમાં પોર્ટલમાં થયેલા નવા સુધારાઓ વિશે વિગતવાર માહિતી આપી. એકેડેમિક વિભાગના નાયબ કુલસચિવ ડૉ. સૂર્યકાંત પારેખે કોલેજ અને સ્ટુડન્ટ લોગિનની ટેકનિકલ બાબતો સ્પષ્ટ કરી હતી. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ ઘરે બેઠા કેવી રીતે ફોર્મ ભરી શકે, કોલેજની પસંદગી, માર્કશીટ અપલોડ અને ઓફર લેટરના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાની પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં કોલેજ પ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોનું GCAS ટીમ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન એકેડેમિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરાયું હતું. અંતમાં, એકેડેમિક વિભાગના કાર્યાલય અધિક્ષક શ્રી મુકેશભાઈ રાણાએ આભારવિધિ કરી. કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ અને શ્રી પાર્થભાઈ સુથાર સહિતના મહાનુભાવો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →