એમ.બી. પટેલ કોલેજના 5 વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં:સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિભાગે ગૌરવ વધાર્યું
આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.બી. પટેલ સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી વિભાગના પાંચ વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર દ્વારા લેવાયેલ બી.એસ.સી. (NEP) સેમેસ્ટર-૬ની પરીક્ષામાં ટોપ ટેન રેન્કર્સમાં સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષા શૈક્ષણિક વર્ષ 2025-26માં લેવાઈ હતી. પરીક્ષાના પરિણામ મુજબ, ક્રિષ્ના પ્રજાપતિએ 9 જી.પી.એ. સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે જયદીપ પરમારે 8.73જી.પી.એ. પ્રાપ્ત કરી દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. અન્ય સફળ વિદ્યાર્થીઓમાં ક્રિષ્નાબેન સોલંકીએ 8.56 જી.પી.એ. સાથે છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. અર્જુનભાઈ ભોઈએ 8.49 જી.પી.એ. સાથે આઠમો ક્રમ અને સિમરન મલેકે 8.47 જી.પી.એ. સાથે નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે.આ વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સંસ્થાના મંત્રીશ્રી, કોલેજના આચાર્ય અને સમગ્ર કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
Read Original Article →