વલ્લવિદ્યાનગરમાં પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ કેમ્પનું સમાપન:સેતુ ટ્રસ્ટનો સ્થાપના દિવસ ઉજવાયો, પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ ઉપસ્થિત રહ્યા

Gujarat5/13/2026, 3:16:36 AM
વલ્લવિદ્યાનગરમાં પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ કેમ્પનું સમાપન:સેતુ ટ્રસ્ટનો સ્થાપના દિવસ ઉજવાયો, પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ ઉપસ્થિત રહ્યા
વલ્લભ વિદ્યાનગરમાં સેતુ ટ્રસ્ટ અને બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેના રાજ્ય સ્તરીય ફૂટબોલ ટ્રેનિંગ કેમ્પનું સમાપન થયું. આ પ્રસંગે સેતુ ટ્રસ્ટનો પાંચમો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. ચારુતર વિદ્યામંડળ અને જીવન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કેમ્પ વલ્લભ વિદ્યાનગરના સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે 1 મે થી 11 મે, 2026 દરમિયાન યોજાયો હતો. જેમાં ૫૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ચારુતર વિદ્યામંડળે ખેલાડીઓ માટે રહેઠાણ અને મેદાનની નિ:શુલ્ક વ્યવસ્થા પૂરી પાડી હતી. કેમ્પ દરમિયાન આંતરરાષ્ટ્રીય કોચ અને રેફરી ડેનિયલ અને મનજીત દ્વારા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીતભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જીલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી, સેમકોમ કોલેજના ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર કૃણાલભાઇ શાહ, ડૉ. રોનક શોધન, ડૉ. એકતા શાહ, બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ દિપાલીબેન રાઠી અને સેક્રેટરી કલ્પેશભાઇ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સેતુ ટ્રસ્ટના સ્થાપક અને જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ શ્રીમતી સુધાબેન પટેલ, જોઇન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, ખજાનચી ચિરાગભાઈ પટેલ, ટ્રસ્ટીઓ રાધાબેન પટેલ, રાખીબેન શાહ અને ગિરીશભાઈ પટેલ તેમજ સેતુ યુવા ગ્રુપના ચેરમેન વંદન કળથીયા અને યુવા ગ્રુપના સભ્યોએ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે બી. એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ, આણંદના ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.
Read Original Article →