પેટલાદ તાલુકા પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન:નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે ₹3.80 કરોડના ખર્ચે શિલાન્યાસ કર્યો

Gujarat5/17/2026, 4:18:53 AM
પેટલાદ તાલુકા પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન:નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે ₹3.80 કરોડના ખર્ચે શિલાન્યાસ કર્યો
પેટલાદ ખાતે ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મંજૂર કરાયેલ નવીન તાલુકા પંચાયત કચેરીના મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના નાણાં મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સંપન્ન થયો હતો. આ અદ્યતન મકાન અંદાજિત રૂપિયા 3.80 કરોડના ખર્ચે તૈયાર થશે. આ સુવિધા સભર મકાન સ્થાનિક વહીવટી કામગીરીને વધુ વેગવંતી બનાવશે. તેનાથી ગ્રામીણ નાગરિકોને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે, જે 'વિકસિત ગુજરાત, વિકસિત પેટલાદ'ના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લાના અગ્રણી નેતા સંજયભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી (TDO), પેટલાદ તાલુકાના વિવિધ ગામોના સરપંચો, તલાટીઓ તેમજ સ્થાનિક નગરજનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Read Original Article →