ચારુસેટ હોસ્પિટલમાં ENT એન્ડોસ્કોપી ક્લિનિક શરૂ:કાન, નાક, ગળાના રોગોનું સચોટ નિદાન અને સારવાર મળશે

Gujarat5/16/2026, 1:02:19 PM
ચારુસેટ હોસ્પિટલમાં ENT એન્ડોસ્કોપી ક્લિનિક શરૂ:કાન, નાક, ગળાના રોગોનું સચોટ નિદાન અને સારવાર મળશે
ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ યુનિવર્સિટીની ચારુસેટ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો થયો છે. હોસ્પિટલના ENT વિભાગમાં 'ENT એન્ડોસ્કોપી ક્લિનિક'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ક્લિનિક દ્વારા કાન, નાક અને ગળાના રોગોનું લાઇવ વર્કસ્ટેશન આધારિત સચોટ નિદાન અને અસરકારક સારવાર ઉપલબ્ધ બનશે. આ ક્લિનિકનું ઉદ્ઘાટન કેળવણી મંડળ અને ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, CHRFના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તથા મંત્રી ડો. એમ.સી. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ. પટેલ, અશોકભાઈ પટેલ, ટ્રસ્ટી દીપકભાઈ પટેલ, સહમંત્રી ધીરુભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, ઉમેશભાઈ પટેલ, સેજલબેન પટેલ અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. સમીર બાબરિયા સહિત વિવિધ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, નિષ્ણાત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના ENT સર્જન ડો. કૃતિકા સોનવણેએ જણાવ્યું હતું કે, એન્ડોસ્કોપી પ્રોસિજર હવે ટીવી સ્ક્રીન પર લાઇવ જોઈ શકાશે, જેના કારણે દર્દીઓને વધુ સચોટ માર્ગદર્શન અને નિદાન મળશે. ENT સંબંધિત વિવિધ ઓપરેશન્સ અત્યાધુનિક પાવર ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા PMJAY યોજના હેઠળ તેમજ રાહત દરે ઉપલબ્ધ બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે, OPDને અપગ્રેડ કરીને એલર્જી અને વર્ટિગો ક્લિનિકની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. આ ક્લિનિકમાં SPT એલર્જી ટેસ્ટ અને ચક્કર સંબંધિત નિદાન તથા સારવાર ઉપલબ્ધ રહેશે. ચારુસેટ હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દર્દીઓને પરવડે તેવી કિંમતે ગુણવત્તાસભર સારવાર આપવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નવા ENT એન્ડોસ્કોપી ક્લિનિકના પ્રારંભથી હવે કાન, નાક અને ગળાના દર્દીઓને વધુ ઝડપી, સરળ અને આધુનિક સારવાર ઉપલબ્ધ બનશે.
Read Original Article →