બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વાર્ષિકોત્સવની ઉજવણી:તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પારિતોષિક એનાયત કરાયા

Gujarat4/6/2026, 4:30:22 PM
બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વાર્ષિકોત્સવની ઉજવણી:તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પારિતોષિક એનાયત કરાયા
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (સાયન્સ ડિવિઝન) ખાતે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજ સ્થિત પંડિત રવિશંકર મહારાજ ઓડિટોરિયમ ખાતે આયોજિત કરાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. ભીખુભાઈ એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંયુક્ત મંત્રી મૃદુલાબેન પટેલ, જોઇન્ટ સેક્રેટરી અન્વેષભાઈ પટેલ, કોલેજ પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઇન્ચાર્જ આચાર્ય ડૉ. નયન એસ. પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે વર્ષ દરમિયાનની વિવિધ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાએ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનારા તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિરાગ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ પારસ સેમરુડકરે આભાર વિધિ કરી હતી.
Read Original Article →