આણંદ-વડોદરા ICAI શાખાએ બે દિવસીય પરિષદ યોજી:જ્ઞાનવિવેચનમમાં AI, આવકવેરા સહિતના વિષયો પર ચર્ચા

Gujarat5/26/2026, 3:51:07 AM
આણંદ-વડોદરા ICAI શાખાએ બે દિવસીય પરિષદ યોજી:જ્ઞાનવિવેચનમમાં AI, આવકવેરા સહિતના વિષયો પર ચર્ચા
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) ની આણંદ અને વડોદરા શાખા દ્વારા સભ્યોના જ્ઞાનવર્ધન માટે બે દિવસીય પરિષદ 'જ્ઞાનવિવેચનમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ મધુબન રિસોર્ટ સ્પા ખાતે યોજાઈ હતી. તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને લગતા અનેક સુધારા થયા છે, જેમાં વડાપ્રધાનની સ્વદેશી મોટી CA પેઢીઓ માટેની દીર્ઘદૃષ્ટિ, ૧-૪-૨૦૨૬ થી અમલમાં આવેલો નવો આવકવેરા કાયદો (Income Tax Act, ૨૦૨૫) અને AI ના વધતા ઉપયોગથી ઉદ્ભવતી તકો તથા પડકારોનો સમાવેશ થાય છે. આ બદલાવોને ધ્યાનમાં રાખીને આ પરિષદનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય CA પુરુષોત્તમ ખંડેલવાલ (કેન્દ્રીય કારોબારી સભ્ય અને પ્રોગ્રામ દિગ્દર્શક), CA હર્ષિત દેસાઈ (આણંદ શાખા પ્રમુખ), CA પ્રશાંત કોટેચા (વડોદરા શાખા પ્રમુખ), CA બિશન શાહ (સચિવ - WIRC અને આણંદ શાખા પ્રતિનિધિ), CA રીકેન પટેલ (ઉપ પ્રમુખ - WIRC), CA પાર્થ પટેલ (સચિવ આણંદ શાખા), CA રોનક ગોયેલ (પૂર્વ પ્રમુખ આણંદ શાખા અને પ્રોગ્રામ સંયોજક) તથા આણંદ અને વડોદરા બ્રાન્ચના કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યભરમાંથી કુલ ૧૫૦ જેટલા CA સભ્યોએ આ જ્ઞાનવિવેચનમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બે દિવસીય 'જ્ઞાનવિવેચનમ' પરિષદમાં આવકવેરો, GST, AI અને CA પેઢીઓનું એકત્રીકરણ તથા મૂલ્યાંકન જેવા મહત્વના વિષયો પર દેશભરના નિષ્ણાત તજજ્ઞો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, સચિવ CA પાર્થ પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Original Article →