આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર કર્યા, વોર્ડ-3 અને વોર્ડ-4માં 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી

Gujarat4/10/2026, 2:40:49 PM
આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર કર્યા, વોર્ડ-3 અને વોર્ડ-4માં 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી
કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ભાજપે 2 મુસ્લિમ મહિલા અને 2 મુસ્લિમ પુરુષ એમ 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. વોર્ડ-3 માં કાશ્મીરાબેન ફિરોઝભાઈ વહોરા અને ઈમરાનભાઈ અનવરભાઈ વહોરાને ટિકિટ આપી છે. તો વોર્ડ-4માં ફરીનબાનુ શાહરૂખખાન પઠાણ અને અલ્તાફ અનવરભાઈ વહોરાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા કરમસદ-આણંદ પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન કરવામાં આવ્યાં બાદ આ સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરવામાં આવી છે.
Read Original Article →