આણંદના B.N. પટેલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ટોચ પર:પારસ સેમરૂડકર પ્રથમ, પ્રાંચી શર્મા દ્વિતીય ક્રમાંકે
આણંદ સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. B.Sc.C.A. I.T. અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. એપ્રિલ-2026માં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી B.Sc. C.A. I.T. SEM-6ની પરીક્ષામાં પારસ આનંદકુમાર સેમરૂડકરે 9.65 GPA સાથે યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે પ્રાંચી દેવેન્દ્ર શર્માએ 9.53 GPA સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. બી.એન. પટેલ, ટ્રસ્ટીગણ અને સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. નયન એસ. પટેલ સહિત સમગ્ર કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
Read Original Article →