આણંદ આંગણવાડી કેન્દ્રોમાં 'બાલક-પાલક સર્જન કાર્યક્રમ' યોજાયો:બાળકોના સર્વાંગી વિકાસ અને વાલી જાગૃતિ હેતુ આયોજન

Gujarat5/20/2026, 9:48:42 AM
આણંદ આંગણવાડી કેન્દ્રોમાં 'બાલક-પાલક સર્જન કાર્યક્રમ' યોજાયો:બાળકોના સર્વાંગી વિકાસ અને વાલી જાગૃતિ હેતુ આયોજન
આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ, આણંદ દ્વારા 'બાલક-પાલક સર્જન કાર્યક્રમ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ આણંદની આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વાલીઓની સક્રિય સહભાગિતા વધારવાના હેતુથી યોજાયો હતો. પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેન ગોસ્વામીની રાહબરી હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતા-પિતાને બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ, આરોગ્ય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. વાલીઓને બાળકો સાથે સકારાત્મક વ્યવહાર, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, પ્રારંભિક શિક્ષણનું મહત્વ, બાળ વિકાસમાં તેમની ભૂમિકા અને આંગણવાડી કેન્દ્રો દ્વારા અપાતી સેવાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોમાં વધુ બાળકોનું નામાંકન થાય, બાળકો નિયમિત રીતે કેન્દ્રો સાથે જોડાયેલા રહે અને શિક્ષણ પ્રત્યે વાલીઓમાં જાગૃતિ વધે તે માટે પ્રેરણા આપવાનો હતો. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા વાલી અને બાળક વચ્ચેનો સંબંધ મજબૂત બને તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સહકાર મળે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
Read Original Article →